🎵 Māṇas no avtār / માણસનો અવતાર
Māṇas no avtār moñgho nahi male farī;
Mān marḍāi moṭap melī bhajī le Hari
Nahi to jāsho choryāshī māñ janam bahu dharī – 1
Duhkh taṇo dariyāv moṭo nahi shake tarī
Shyāmalīyā ne sharaṇe jātāñ jāshe ugrī – 2
Nirlaj tuñ navro na rahyo ghar dhañdho karī
Māyā māyā karto murakh na beṭho ṭharī – 3
Chetī le chit māñ vichārī chālje karī
Devānañd nā Nāth bhajo prem māñ bharī – 4
તાર – રાગ : મિશ્ર ખમાજ (પદ:૩ )
માણસનો અવતાર મોંઘો નહિ મળે ફરી. ટેક.
માન મરડાઈ મોટપ મેલી ભજીલે હરિ;
નહિતો જાશો ચોર્યાશીમાં જન્મ બહુ ધરી. માણસનો – ૧
દુઃખ તણો દરિયાવ મોટો નહિ શકે તરી;
શ્યામળીયાને શરણે જાતાં જાશે ઉગરી. માણસનો – ૨
નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી;
માયા માયા કરતો મુરખ ન બેઠો ઠરી. માણસનો – ૩
ચેતી લે ચિતમાં વિચારી ચાલજે કરી;
દેવાનંદના નાથ ભજો પ્રેમમાં ભરી. માણસનો – ૪
