🧾 Āvuñ Tāṛūñ Dhan Re / આવું તારું ધનરે – રાગ : ચાબખો

Āvuñ tāṛūñ dhan re joban dhul thāshe, kañchan jevī kāyā te rākh māñ rolāshe

Ṭāḍhā unā re tuñ ne tāvaj āvshe, ne vasmuñ thi ne vitāshe;

Dātaṇpāṇī ne nāhyā vinā tārī, deh badhī gañdhāshe re – 1

Bolvā chālvā nahīñ dī e prāṇī, tārī jībhalḍī jhalāshe

Shvās chaḍshe ne āñkho farakshe, nāk nī te dañdī namī jāshe re – 2

Vaid teḍāve enī nāḍī jovrāve, kaḍvañ te aushadh pāshe

Tuṭī enī buṭī nahīñ male enā, jīvnī shī gatī thāshe re – 3

Ek bījā vinā ghaḍīe n chāle, te tārī triyā to rañḍāshe

Jūgo re jugnuñ chheṭuñ paḍyuñ prāṇī tārā, nāmnī te chūḍīo bhañgāshe re – 4

Khokhrī doṇī māñ tārī āgaj kāḍhshe ne, masāṇe lākḍañ levāshe

Saghluñ kuṭumb tune salgāvī di pachhī, bārmā nā kāglo lakhāshe re – 5

Dash divas tāṛūñ sutak pālshe, dāḍhī ne mucchh muñḍāshe

Saghluñ sutak tāṛūñ kāḍhī nākhī ne pacchī, bārmā nā sukhlā khavāshe re – 6

Dayā dharm ne bhakti vinā tāṛūñ, saghluñ te dravy luñṭāshe

Devānañd kahe Hari bhajyā vinā Yam chhoṭā moṭā ne li jāshe re – 7

આવું તારું ધનરે જોબન ધુળ થાશે; કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે.

ટાઢા ઉનારે તુંને તાવ જ આવશે, ને વસમું થઇને વિતાશે; 

દાતણ પાણીને નાહ્યા વિના તારી, દેહ બધી ગંધાશે રે. આવું૦

બોલવા ચાલવા નહીં દીએ પ્રાણી, તારી જીભલડી ઝલાશે; 

શ્વાસ ચડશેને આંખો ફરકશે, નાકની તે ડાંડી નમી જાશે રે. આવું૦ 

વૈદ તેડાવે એની નાડી જોવરાવે, કડવાં તે ઔષધ પાશે; 

તુટી એની બુટી નહીં મળે એના, જીવની શી ગતી થાશે રે. આવું૦ 

એક બીજા વિના ઘડીએ ન ચાલે, તે તારી ત્રિયા તો રંડાશે; 

જૂગોરે જુગનું છેટુંપડ્યું પ્રાણીતારા, નામનીતે ચૂડીઓ ભંગાશે રે. આ૦

ખોખરી દોણીમાં તારી આગજ કાઢશેને, મસાણે લાકડાં લેવાશે; 

સઘળું કુટુંબ તુને સળગાવી દઇ પછી, બારમાના કાગળો લખાશે રે.આ૦

દશ દિવસ તારું સુતક પાળશે, દાઢી ને મુચ્છ મુંડાશે; 

સઘળું સુતક તારું કાઢી નાખીને પછી, બારમાના સુખળા ખવાશે રે. આ૦

દયા ધર્મ ને ભક્તિ વિના તારું, સઘળું તે દ્રવ્ય લુંટાશે; 

દેવાનંદ કહે હરિ ભજ્યા વિના જમ, છોટા મોટાને લઇ જાશે રે. આ૦