🧾 Dekh Vichārī Dīlmāñ / દેખ વિચારી દીલમાં

Dekh vichārī dīlmāñ tārā deh ne, nathī reyāno ek ghaḍī nirdhār re

Mamtā moṭī khoṭī bājī khel chhe, bhuñḍap kero māthe lemāñ bhār re;

Varṇāgī māñ vaṇpe pāne hārlo, upar rāto māto rañg no khel re

Bhītar kācho bhekh dharī ne bol re, fogaṭ farto karto kuḍā fel re – 1

Ātma sādhan kāi na kīdhuñ ālsuñ, vishay māñ vīṭāṇo bāre mās re

Harijan sāthe het na kartāñ āvalyuñ, kapṭī tāro koṇkare vishvās re – 2

Dhum thyo dhan samjī ne bhelu karyuñ, martāñ sudhī na kharchyuñ na

khāl re

Devānañd kahe madh mākhī luṭāy chhe, hāth ghasī ne pāmar tuñ pastāy re – 3

દેખ  વિચારી દીલમાં તારા દેહ ને, નથી રેયાનો એક ઘડી નિરધાર રે

મમતા મોટી ખોટી બાજી ખેલ છે, ભુંડપ કેરો માથે લેમાં ભાર રે;

વરણાગી માં વણપે પાને હારલો, ઉપર રાતો માતો રંગ નો ખેલ રે

ભીતર કાચો ભેખ ધરીને બોલ રે, ફોગટ ફરતો કરતો કુડા ફેલ રે – ૧

આત્મ સાધન કાઈ ન કીધું આળસું, વિષય માં વીટાણો બારે માસ રે

હરિજન સાથે હેત ન કરતાં આવળ્યું, કપટી તારો કોણ કરે વિશ્વાસ રે – ૨ 

ધુમ થયો ધન સમજી ને ભેળુ કરયું, મરતાં સુધી ન ખર્ચ્યું ન ખાળ રે

દેવાનંદ કહે મધમાખી લુટાય છે, હાથ ઘસીને પામર તું પસ્તાય રે – ૩