🎵 Hari Tuñ Gāḍuñ Māṛūñ / હરિ તું ગાડું મારૂં – રાગ : જિંજોટી

Hari tuñ gāḍuñ māṛūñ kyāñ lai jāy, kāyñ na jāṇuñ;

Dharm karm nā joḍyā baladīyā, dhīraj nī lagām tāṇuñ;

Sukh ne duhkh nā paiḍa upar, gāḍuñ chālyuñ jāy
Kadī ūge āshā no suraj, kadī añdhāṛūñ thāy
Mārī mujne khabar nathī kāi, kyāñ māṛūñ ṭhekāṇuñ – 1

Pāpnā ṭhekāne sapnā sañgharīyā, man nī sākal vāsī,
Ḍagar ḍagariyā āve nagarīyā, nā āve māṛūñ kāshī,
Kyāre veraṇrāt vite re, kyāre vāye vāṇuñ – 2

Kyāñ thī āvyo kyāñ javānuñ, kyāñ māre rehevāṇuñ
Agam nigam no khel agochar, man māñ muñjāvāṇuñ
Hartuñ fartuñ sharīr to chhe, piñjar ek pūrāṇuñ – 3

હરિ તું ગાડું મારૂં ક્યાં લઇ જાય, કાયં ન જાણું;

ઘરમ કરમના જોડ્યા બળદીયા, ધીરજની લગામ તાણું;

સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય

કદી ઊગે આશાનો સુરજ, કદી અંધારૂં થાય

મારી મુજને ખબર નથી કાઈ, ક્યાં મારૂં ઠેકાણું – ૧
પાપના ઠેકાણે સપના સંઘરીયા, મન ની સાકળ વાસી,
ડગર ડગરિયા આવે નગરીયા, ના આવે મારું કાશી,
ક્યારે વેરણ રાત વિતેરે, ક્યારે વાયે વાણું – ૨
ક્યાંથી આવ્યો કયાં જવાનું, કયાં મારે રહેવાણું

અગમ નિગમનો ખેલ અગોચર, મનમાં મુંજાવાણું

હરતું ફરતું શરીર તો છે, પિંજર એક પુરાણું – ૩