🧾 Janam Sañgāthī Visāryā / જનમ સંગાથી વિસાર્યા – રાગ : ગરબી પદ – ૧

Janam sañgāthī visāryā Jagdīsh ne, ele khoyo māṇas no avtār re;

Saguñ nathī koi jāṇe tārā jīv nuñ, sapnā jevo juṭho ā sañsār re – 1

Ḍāhyo thi ne ḍole nirlaj nāt māñ, maram karī ne bole mīṭhā veṇre,

Sherī māñ marḍāto chāle mān māñ, rātāñ dīse rosh bharelāñ neṇre – 2

Nārī āgal ek rati nav ūpaje, ḍhāpaṇmelī jyāñ dore tyāñ jāy re,

Nirlajj thi ne nāche kubudḍhi keṇmāñ, vishay bharelo garju gothāñ khāy re – 3

Añtar māñ kapaṭī ne ūñḍī irshā, sādhu jan no lesh na kīdho sañg re,

Devānañd kahe Yam jorāvar āvshe, bhāñgī karshe bhūko tāṛūñ añg re-4

 

Bhavsāgar no pār na āve Prabhu vinā, tap tīrath vrat karī e koṭi upāy re;

Puṇy karī amrāpur nuñ sukh pāmī e, añte pāchho fogaṭ fero thāy re – 1

Māyā nī moṭap te mithyā jāṇjo, nadī e āvyuñ jem pāṇī nuñ pūr re,

Tenī peṭhe dhan joban ne jīv vuñ, āñk taṇāñ jem ūḍi jāshe tūr re – 2

Sagāñ kuṭum̃bī melī marvuñ ekaluñ, lakh chorāshī farvuñ vāram̃vār re,

Pāp taṇañ fal āgal tāre āvshe, karm karī ne bhariyā teñ koṭhār re – 3

Āj amūlakh māṇas nuñ tan āviyuñ, bhajvā sāṛūñ bhāv karī ne Bhagvān re,

Devānañd kahe mān tajī ne mānje, vāt vichārī sārī chatur sujāṇre – 4

જનમ સંગાથી વિસાર્યા જગદીશને, એળે ખોયો માણસનો અવતાર રે;

સગું નથી કોઈ જાણે તારા જીવનું, સપના જેવો જુઠો આ સંસાર  રે…જનમ૦  ૧

ડાહ્યો થઇને ડોલે નિર્લજ નાતમાં, મરમ કરીને બોલે મીઠા વેણ રે;

શેરીમાં મરડાતો ચાલે માનમાં, રાતાં   દીસે   રોષ   ભરેલાં   નેણ રે….જનમ૦  ૨

નારી આગળ એક રતિ નવ ઊપજે, ડહાપણ મેલી જ્યાં દોરે ત્યાં જાય રે;

નિર્લજ્જ થઇને નાચે કુબુદ્ધિ કેણમાં, વિષય  ભરેલો ગરજુ ગોથાં ખાય રે…જનમ૦

અંતરમાં કપટી ને ઊંડી ઈરષા, સાધુ જનનો લેશ ન કીધો સંગ રે;

દેવાનંદ કહે જમ જોરાવર આવશે, ભાંગી કરશે ભૂકો તારૂં અંગ   રે…જનમ૦  ૪

 

ભવ સાગરનો પાર ન આવે પ્રભુ વિના, તપ તીરથ વ્રત કરીએ કોટિ ઉપાય રે;

પુણ્ય કરી અમરાપુરનું સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય રે…ભવ૦  ૧

માયાની મોટપ તે મિથ્યા જાણજો, નદીએ આવ્યું જેમ પાણીનું પૂર રે;

તેની પેઠે ધન જોબન ને જીવવું, આંક તણાં જેમ ઊડી જાશે તૂર  રે…ભવ૦  ૨

સગાં કુટુંબી મેલી મરવું એકલું, લખ ચોરાશી ફરવું વારંવાર રે;

પાપતણાં ફળ આગળ તારે આવશે, કરમ કરીને ભરિયા તેં કોઠાર રે…ભવ૦  ૩

આજ અમૂલખ માણસનું તન આવિયું, ભજવા સારૂ ભાવ કરીને ભગવાન રે;

દેવાનંદ કહે માન તજીને માનજે, વાત વિચારી સારી ચતુર સુજાણ રે…ભવ૦  ૪