🧾 Kare Pāpī Atīshe Pokār / કરે પાપી અતીશે પોકાર – રાગ : ઘોળ

Kare pāpī atīshe pokār, parvash thyo prāṇīo

Duhkh dekhī ṛūve nar nār, parvash thyo prāṇīo;

Peṭ chaḍhe bañdh chhuṭī gyā re, jīv atīshe aklāy

Svapn avasthā pradhān thi re, bhāñgyuñ veṇbole bakvāy – 1

Ḍoḍhe vāge ḍāklāñ re, bhuvo dhuṇe bharvāḍ

Nirlaj nakṭī devīnī re, bādhā rākho karshe mātā vhār – 2

Vāge bāvan vīrno re, jañtra mañtra bahu jāṇ

Muṭh nākhī kāmaṇkaryāñ re, doro bāñdho to thāy suvāṇ– 3

Joshī kahe pīḍe gruh panotī re, shāñti kare sukh thāy

Devānañd kahe mrutyu re, jāp japī e darad maṭī jāy – 4

કરે પાપી અતીશે પોકાર, પરવશ થયો પ્રાણીઓ;
દુઃખ દેખી રૂવે નરનાર, પરવશ થયો પ્રાણીઓ.  ટેક.
પેટ ચઢે બંધ છુટી ગયા રે, જીવ અતીશે અકળાય;
સ્વપ્ન અવસ્થા પ્રધાન થઈ રે, ભાંગ્યું વેણ બોલે બક્વાય. પરવશ – ૧
ડોઢેવાગે ડાકલાં રે, ભુવો ધુણે ભરવાડ;
નિર્લજ નકટી દેવીની રે, બાધા રાખો કરશે માતા વ્હાર. પરવશ – ૨
વાગે બાવન વીરનો રે, જંત્ર મંત્ર બહુ જાણ;
મુઠ નાખી કામણ કર્યાં રે, દોરો બાંધો તો થાય સુવાણ. પરવશ – ૩
જોશી કહે પીડે ગૃહ પનોતી રે, શાંતિ કરે સુખ થાય;
દેવાનંદ કહે મૃત્યુ રે, જાપ જપીએ દરદ મટી જાય. પરવશ – ૪