🧾 Meñ Huñ Ādi Anādi / મેં હું આદિ અનાદિ – રાગ : પરજ
Meñ huñ ādi anādi āto sarve upādhi
Sadguṛū mīlyā anādi mīṭ gi sarve upādhi;
Kahāñ kāshṭ ne kahāñ kuhāḍā, kahāñ hai ghaḍnar hārā
Jabse mohe sadguṛū mīlyā, mīṭ gayā sarve chālā – 1
Koṇkul ne koṇkuṭum̃bī, koṇmāt ne tāt
Koṇbhāi ne koṇbhagīnī, brahm hamārī jāt – 2
Nahi rahyā meñ nahi gayā meñ, nahi sudhryā nahi bīgḍā
Hame hamārā kul sam̃bhāryā, mat karnā koi jhagḍā – 3
Pāṇī meñ se puṛūsh banāyā, mal-mūtra kī kyārī
Mīlyā Rām ne saryā kām, ab na rahī koiñ se yārī – 4
Āge tapsī tapsā kartā, rahī gi kiñchit kāmā
Te kāraṇā nartan dharīyo, so jānat hai Rāmā – 5
Je kāraṇā nartan dhariyo, te saryuñ chhe kām
Nishkulānañd kahe pragaṭ malyā mohe, ṭalyuñ nām ne ṭhām – 6
મેં હું આદિ અનાદિ આતો સર્વે ઉપાધિ;
સદ્ગુરુ મીલ્યા અનાદિ મીટ ગઇ સર્વે ઉપાધિ. – ટેક.
કહાં કાષ્ટ ને કહાં કુહાડા, કહાં હૈ ઘડનરહારા;
જબસે મોહે સદ્ગુરુ મીલ્યા, મીટ ગયા સર્વે ચાળા. મેં હું૦ ૧
કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત;
કોણ ભાઇ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. મેં હું૦ ૨
નહિ રહ્યા મેં નહિ ગયા મેં, નહિ સુધર્યા નહિ બીગડા;
હમે હમારા કુળ સંભાર્યા, મત કરના કોઇ ઝગડા. મેં હું૦ ૩
પાણીમેંસે પુરુષ બનાયા, મલમૂત્રકી ક્યારી;
મીલ્યા રામ ને સર્યાં કામ, અબ ન રહી કોઉંસે યારી. મેં હું૦ ૪
આગે તપસી તપસા કરતા, રહી ગઇ કિંચિત કામા;
તે કારણ આ નરતન ધરીયો, સો જાનત હૈ રામા. મેં હું૦ ૫
જે કારણ આ નરતન ધરીયો, તે સર્યું છે કામ;
નિષ્કુળાનંદ કહે પ્રગટ મળ્યા મોહે, ટળ્યું નામને ઠામ. મેં હું૦ ૬
