🧾 Pūchhī Jo Añtar Ne / પૂછી જો અંતરને
Pūchhī jo añtar ne tārā haiye mukī hāth, kaho ne kyāñthī rīje Ghanshyām?
Punya gayuñ parvārī āje, vadhī rahyuñ chhe pāp;
Svārth nā sahu sagāñ sabañdhī, svārth nī chhe duniyā añdhī
Vhālā verī thātāñ jagatmāñ, sarī jatuñ jyāñ svārth – 1
Kāmīnī ne kañchan kāje, bhāi bhāi nāñ galāñj kāpe
Sharam na āve saheje tujne, kartāñ kālāñ kām – 2
Juṭhuñ boltāñ nav achkātāñ, mānav din din dānav thātāñ
Pāpī peṭne khātar āje, katal thatī gaumāt – 3
Saty ahim̃sā dayā bhūlāi, lābh ne lobhe vadhī burāī
Duhkh māñ nākhe dīkrī ne, pachhī leher kare mā bāp – 4
Gyo jamāno Rām Sītā no, pativratā ne pavitra tā no
Āj kāl nā juvānī yā e, neve mūkī lāj – 5
Imiṭeshan māñ añdhaj thātāñ, feshan mān bhūlī bhaṭkātāñ
Sāchī vastu shodhtāñ āje, male nahi koi ṭhām – 6
Dharm niyam ne chheṭe mūkyā, Ishvar ne paṇchhekaj chūkyā
Daṛū pīdhelāñ māñkḍā jevā, jīv banyā befām – 7
Pāp nañ poṭlāñ bāñdhyāñ prāṇī, lok māñhī shī karī kamāṇī
Mādhavdās kahe mūrakh, mūlgo khoyo māl – 8
પૂછી જો અંતરને તારા હૈયે મુકી હાથ, કહોને ક્યાંથી રીજે ઘનશ્યામ – ટેક૦
પુન્ય ગયું પરવારી આજે, વધી રહ્યું છે પાપ – કહોને ૧
સ્વાર્થના સહુ સગાં સબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી;
વહાલા વેરી થાતાં જગતમાં, સરી જતું જ્યાં સ્વાર્થ – કહોને ૨
કામીની ને કંચન કાજે, ભાઈ ભાઈનાં ગળાંજ કાપે;
શરમ ન આવે સહેજે તુજને, કરતાં કાળાં કામ – કહોને ૩
જુઠું બોલતાં નવ અચકાતાં, માનવ દિન દિન દાનવ થાતાં;
પાપી પેટને ખાતર આજે, કતલ થતી ગૌમાત – કહોને ૪
સત્ય અહિંસા દયા ભૂલાઈ, લાભને લોભે વધી બુરાઈ;
દુઃખમાં નાખે દીકરીને, પછી લેહેર કરે માબાપ – કહોને ૫
ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતા ને પવિત્રતાનો;
આજ કાલના જુવાનીયાએ, નેવે મૂકી લાજ – કહોને ૬
ઈમિટેશનમાં અંધજ થતાં, ફેશનમાં ભૂલી ભટકાતાં;
સાચી વસ્તુ શોધતાં આજે, મળે નહિ કોઈ ઠામ – કહોને ૭
ધર્મ નિયમને છેટે મૂક્યા, ઈશ્વરને પણ છેકજ ચૂક્યા;
દારૂ પીધેલાં માંકડા જેવા, જીવ બન્યા બેફામ – કહોને ૮
પાપનાં પોટલાં બાંધ્યાં પ્રાણી, લોકમાંહી શી કરી કમાણી;
માધવદાસ કહે મૂરખ, મૂળગો ખોયો માલ – કહોને ૯
