🧾 Shāmlā Lejo Sam̃bhāl / શામળા લેજો સંભાળ
Shāmlā lejo sam̃bhāl, hoḍī mārī dariye jhule chhe;
Moh māyā nā loḍh uṭhe chhe, dariyā māñ tofān apār – 1
Kām ne krodh nāñ vādlāñ chaḍyā chhe, jher nā varse varsād – 2
Jher nā ne ver nā vāvṭā chaḍyā chhe, añtar māñ tofān apār – 3
Ekaj khārvo Tujne dhāryo chhe, ek māre Tāro ādhār – 4
Bhakti svaṛūpī māl bharyo chhe, li jāo sāme kinār – 5
Sañt mañḍal nā svāmī Shāmaliyā, beḍlī utāro pār – 6
શામળા લેજો સંભાળ, હોડી મારી દરિયે ઝુલે છે- ટેક ૦
મોહ માયાના લોઢ ઉઠે છે, દરિયામાં તોફાન અપાર- હોડી ૧
કામ ને ક્રોધનાં વાદળાં ચડયાં છે, ઝેરના વરસે વરસાદ- હોડી ૨
ઝેરના ને વેરના વાવટા ચડયા છે, અંતરમાં તોફાન અપાર- હોડી ૩
એક જ ખારવો તુજને ધાર્યો છે, એક મારે તારો આધાર- હોડી ૪
ભક્તિ સ્વરૂપી માલ ભર્યો છે, લઇ જાઓ સામે કિનાર- હોડી ૫
સંતમંડળના સ્વામી શામળિયા, બેડલી ઉતારો પાર- હોડી ૬
