🧾 Svāminārāyaṇ Svāminārāyaṇ / સ્વામિનારાયણ સ્વામિનારાયણ
SvāminārāyaṇSvāminārāyan, samraṇkarshe te Akshar pāmshe;
Akshardhām kem jāso jīgnāshuñ, Akshar māñ jātā māyā rokshe, trīguṇī māyā tamne luñṭshe
Traṇdeh thī judo ātmā jāṇī, Brahmṛūp thāta māyā bhāgshe – 1
Akshardhām kem jāso jīgnāshun, Akshar mañ jātā siḍdhiyuñ rokshe
Siḍdhiyuñ to chhe Devo ne durlabh, amne motīle vadhāvshe – 2
Akshardhām kem jāso jīgnāshun, Akshar agu abjo jojan dur chhe, pāñkho vinā kem pohch sho
Pāñkho to Shrījī nī āgnā upāsnā, e thakī anu dur lāgshe – 3
Akshardhām kem jāso jīgnāshun, Akshar māñ jātā sagāñ rokshe
Sagāñ sabañdhī ne satsañg orlkhāvshuñ, mahimā samjātā sukh mān shuñ – 4
Shrījī nī mūrti ne sañmukh rākhshuñ, Shrījī amune ugārshe
Mahāpurush Dāsjī nā guṛū nā pratāp thī, jāo Akshar māñ sukh māṇsho – 5
સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સમરણ કરશે તે અક્ષર પામશે;
અક્ષરધામ કેમ જાસો જીજ્ઞાશું, અક્ષરમાં જાતા માયા રોકશે, ત્રીગુણી માયા તમને લુંટશે
ત્રણ દેહ થી જુદો આત્મા જાણી, બ્રહ્મરૂપ થાતા માયા ભાગશે – ૧
અક્ષરધામ કેમ જાસો જીજ્ઞાશું, અક્ષરમાં જાતા સિદ્ધિયું રોકશે,
સિદ્ધિયું તો છે દેવો ને દુર્લભ, અમને મોતીળે વધાવશે – ૨
અક્ષરધામ કેમ જાસો જીજ્ઞાશું, અક્ષર આગુ અબજો જોજન દુર છે, પાંખો વિના કેમ પહોચશો
પાંખો તો શ્રીજીની આજ્ઞા ઉપાસના, એ થકી અનુ દુર લાગશે – ૩
અક્ષરધામ કેમ જાસો જીજ્ઞાશું, અક્ષરમાં જાતા સગાં રોકશે
સગાં સબંધી ને સત્સંગ ઓળખવશું, મહિમા સમજાતા સુખ માન શું – ૪
શ્રીજીની મૂર્તિ ને સંમુખ રાખશું, શ્રીજી અમુને ઉગારશે
મહાપુરુષ દાસજી ના ગુરુ ના પ્રતાપ થી, જાઓ અક્ષરમાં સુખ માનશો – ૫
