🧾 Akshardhām Nā Teḍā / અક્ષરધામ ના તેડા
Akshardhām thī teḍā āvyā, vimāne besīne jīvḍo Akshardhām māñ jāshe;
Jāvuñ re Akshar nī vaṭe, kaye re darvāje jīvḍo Akhsardhām māñ jāshe;
Akshardhām nā soḍe darvājā, kaye re darvāje jīvḍo… – 1
Evī re Akshar nī vāṭe, pehle darvāje jīvḍo… – 2
Akshardhām nī chāre dhajāo, dhajāo nīrkhī ne jīvḍo… – 3
Brahmānañd Svamī ne maljo, Akshardhām nī vāṭ saṇgārī, vāṭe chālī ne jīvḍo… – 4
Gopālānañd Svamī ne maljo, Akshardhām nuñ khat sambhlāve, khat sāmbhlī ne jīvḍo… – 5
Mañdir māñ dīvo karāvo, dīvā ne añjvāle jīvḍo… – 6
Moksh nī vāṭu karāvo, moksh pāmī ne jīvḍo… – 7
Dejo re mojḍī nā dān, mojḍī pehrī ne jīvḍo… – 8
Dejo re gāyo nā dān, puchhaḍe tārī ne jīvḍo… – 9
Dejo re vastra nā dān, vastra pehrī ne jīvḍo… – 10
Dejo re ann nā dān, trupta thai ne jīvḍo… – 11
Dhagdhag tī āg laine, agnī nī ādhār jīvḍo… – 12
Jāvuñ chhe Sahajānañd sāthe, vimāne besīne jīvḍo… – 13
Ghaṛūḍe besīne jāsu, rath māñ besīne jīvḍo… – 14
Nishkulānañd nā Svamī ne kehejo, bhavsāgar nī vāṭu dekhāle, bhavsāgar tarī ne jīvḍo… – 15
અક્ષરધામ થી તેડા આવ્યા, વિમાને બેસીને જીવડો અક્ષરધામમાં જાશે;
જાવું રે અક્ષર ની વાટે, કયે રે દરવાજે જીવડો અક્ષરધામમાં જાશે;
અક્ષરધામ ના સોડે દરવાજા, કયે રે દરવાજે જીવડો… – ૧
એવીરે અક્ષર ની વાટે, પેહલે દરવાજે જીવડો… – ૨
અક્ષરધામ ની ચારે ધજાઓ, ધજાઓ નીરખી ને જીવડો… – ૩
બ્રહ્માનંદ સ્વામી ને મલજો, અક્ષરધામ ની વાટ સણગારી, વાટે ચાલી ને જીવડો… – ૪
ગોપાળાનંદ સ્વામી ને મલજો, અક્ષરધામ નું ખત સંભળાવે, ખત સાંભળી ને જીવડો… – ૫
મંદિરમાં દીવો કરાવો, દીવા ને અંજવાળે જીવડો… – ૬
મોક્ષની વાટુ કરાવો, મોક્ષ પામી ને જીવડો… – ૭
દેજોરે મોજડી ના દાન, મોજડી પેહરી ને જીવડો… – ૮
દેજોરે ગાયો ના દાન, પુછડે તારી ને જીવડો… – ૯
દેજોરે વસ્ત્ર ના દાન, વસ્ત્ર પેહરી ને જીવડો… – ૧૦
દેજોરે અન્ન ના દાન, તૃપ્ત થઇ ને જીવડો… – ૧૧
ધગધગતી આગ લઈને, અગ્ની ની આધાર જીવડો… – ૧૨
જાવું છે સહજાનંદ સાથે, વિમાને બેસીને જીવડો… – ૧૩
ઘરૂડે બેસીને જાસુ, રથમાં બેસીને જીવડો… – ૧૪
નિષ્કુળાનંદ ના સ્વામી ને કહેજો, ભવસાગર ની વાટુ દેખાળે, ભવસાગર તરી ને જીવડો… – ૧૫
