🧾 Añte Jāvuñ Chhe Eklā / અંતે જાવું છે એકલા – રાગ : ગરબી
Añte jāvuñ chhe eklā re, sañge āve nahi koi
Māt-pitā ne bhāi dīkrā, hāñre nārī kūṭe chhe roi;
Bhūkhe marī ne bhelī karī re, māyā lākh karoḍ
Dāṭī reheshe darbār māñ, hāñre jo ne āñkhyuñ kāñ foḍ – 1
Jīv sañgāthe jāy chhe re, puṇy potānañ pāp
Sukh duhkh fal tenāñ bhogve, hāñre Yampurī māñ āp – 2
Rājā Dharm nī āgale re, khāsho mūrakh mār
Devānañd kahe deh dhārsho, hāñre lakh chorāshī vār – 3
અંતે જાવું છે એકલા રે, સંગે આવે નહિ કોઈ;
માતપિતા ને ભાઈ દીકરા, હાંરે નારી કૂટે છે રોઈ…અંતે૦ ૧
ભૂખે મરીને ભેળી કરી રે, માયા લાખ કરોડ;
દાટી રહેશે દરબારમાં, હાંરે જોને આંખ્યું કાં ફોડ…અંતે૦ ૨
જીવ સંગાથે જાય છે રે પુણ્ય પોતાનાં પાપ;
સુખ દુઃખ ફળ તેનાં ભોગવે, હાંરે જમપુરીમાં આપ…અંતે૦ ૩
રાજા ધર્મની આગળે રે ખાશો મૂરખ માર;
દેવાનંદ કહે દેહ ધારશો, હાંરે લખ ચોરાશી વાર…અંતે૦ ૪
