🧾 Āvuñ Tāṛūñ Dhan Re / આવું તારું ધનરે – રાગ : ચાબખો
Āvuñ tāṛūñ dhan re joban dhul thāshe, kañchan jevī kāyā te rākh māñ rolāshe
Ṭāḍhā unā re tuñ ne tāvaj āvshe, ne vasmuñ thi ne vitāshe;
Dātaṇpāṇī ne nāhyā vinā tārī, deh badhī gañdhāshe re – 1
Bolvā chālvā nahīñ dī e prāṇī, tārī jībhalḍī jhalāshe
Shvās chaḍshe ne āñkho farakshe, nāk nī te dañdī namī jāshe re – 2
Vaid teḍāve enī nāḍī jovrāve, kaḍvañ te aushadh pāshe
Tuṭī enī buṭī nahīñ male enā, jīvnī shī gatī thāshe re – 3
Ek bījā vinā ghaḍīe n chāle, te tārī triyā to rañḍāshe
Jūgo re jugnuñ chheṭuñ paḍyuñ prāṇī tārā, nāmnī te chūḍīo bhañgāshe re – 4
Khokhrī doṇī māñ tārī āgaj kāḍhshe ne, masāṇe lākḍañ levāshe
Saghluñ kuṭumb tune salgāvī di pachhī, bārmā nā kāglo lakhāshe re – 5
Dash divas tāṛūñ sutak pālshe, dāḍhī ne mucchh muñḍāshe
Saghluñ sutak tāṛūñ kāḍhī nākhī ne pacchī, bārmā nā sukhlā khavāshe re – 6
Dayā dharm ne bhakti vinā tāṛūñ, saghluñ te dravy luñṭāshe
Devānañd kahe Hari bhajyā vinā Yam chhoṭā moṭā ne li jāshe re – 7
આવું તારું ધનરે જોબન ધુળ થાશે; કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે.
ટાઢા ઉનારે તુંને તાવ જ આવશે, ને વસમું થઇને વિતાશે;
દાતણ પાણીને નાહ્યા વિના તારી, દેહ બધી ગંધાશે રે. આવું૦ ૧
બોલવા ચાલવા નહીં દીએ પ્રાણી, તારી જીભલડી ઝલાશે;
શ્વાસ ચડશેને આંખો ફરકશે, નાકની તે ડાંડી નમી જાશે રે. આવું૦ ૨
વૈદ તેડાવે એની નાડી જોવરાવે, કડવાં તે ઔષધ પાશે;
તુટી એની બુટી નહીં મળે એના, જીવની શી ગતી થાશે રે. આવું૦ ૩
એક બીજા વિના ઘડીએ ન ચાલે, તે તારી ત્રિયા તો રંડાશે;
જૂગોરે જુગનું છેટુંપડ્યું પ્રાણીતારા, નામનીતે ચૂડીઓ ભંગાશે રે. આ૦ ૪
ખોખરી દોણીમાં તારી આગજ કાઢશેને, મસાણે લાકડાં લેવાશે;
સઘળું કુટુંબ તુને સળગાવી દઇ પછી, બારમાના કાગળો લખાશે રે.આ૦ ૫
દશ દિવસ તારું સુતક પાળશે, દાઢી ને મુચ્છ મુંડાશે;
સઘળું સુતક તારું કાઢી નાખીને પછી, બારમાના સુખળા ખવાશે રે. આ૦ ૬
દયા ધર્મ ને ભક્તિ વિના તારું, સઘળું તે દ્રવ્ય લુંટાશે;
દેવાનંદ કહે હરિ ભજ્યા વિના જમ, છોટા મોટાને લઇ જાશે રે. આ૦ ૭
