🧾 Bhakti Kartañ / ભક્તિ કરતાં
Bhakti kartañ chhūṭe māro prāṇ, Prabhu evuñ māñgu chhuñ,
Rahe janmo janam Tāro sāth, Prabhu evuñ māñgu chhuñ;
Tāṛū mukhḍuñ Manohar joyā kaṛūñ, rāt divas Tāṛūñ kīrtan kaṛūñ
Rahe añt samay Taṛū dhyān, Prabhu evuñ māñgu chhuñ – 1
Mārī āshā nirāshā karsho nahīñ, mārā avguṇ haiyāmāñ dharsho nahiñ
Shvāso shvās mā rahe Tāṛūñ nām, Prabhu evuñ māñgu chhuñ – 2
Mārā pāp ne tāp samāvī dejo, Tārā bhakt no dās banāvī dejo
Dejo āvīne darshan āj, Prabhu evuñ māñgu chhuñ – 3
Prabhu dās arjī urmāñ dharo, Shrījī darshan āpī pāvan karo
Am ne dejo ne Akshar māñ vās, Prabhu evuñ māñgu chhuñ – 4
ભક્તિ કરતાં છૂટે મારો પ્રાણ, પ્રભુ એવું માંગુ છું
રહે જનમો જનમ તારો સાથ, પ્રભુ એવું માંગુ છું;
તારૂ મુખડું મનોહર જોયા કરૂં, રાત દિવસ તારું કીર્તન કરૂં
રહે અતં સમય તારુ ધ્યાન, પ્રભુ એવું માંગુ છું – ૧
મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયા માં ધરશો નહીં
શ્વાસો શ્વાસમા રહે તારૂં નામ, પ્રભુ એવું માંગુ છું – ૨
મારા પાપને તાપ સમાવી દેજો, તારા ભક્તનો દાસ બનાવી દેજો
દેજો આવીને દર્શન આજ, પ્રભુ એવું માંગુ છું – ૩
પ્રભુ દાસ અરજી ઉરમાં ધરો, શ્રીજી દર્શન આપી પાવન કરો
અમને દેજો ને અક્ષરમાં વાસ, પ્રભુ એવું માંગુ છું – ૪
