🧾 Bhavsāgar Nāñ Nīr / ભવસાગરનાં નીર – રાગ : લાવણી

Bhavsāgar nāñ nīr tarī ne, jāvuñ sāme tīr, sañto;

Āshā trushṇā nadī ne sañgam, gājtāñ gam̃bhīrjī

Mansubā ṛūpī loḍh moṭā, thāvā na dī e sthir – 1

Kām krodh ne lobh moṭā, magar-macchh nī bhīḍjī

Bhāminī ṛūpī bhamrī māñthī, sāchav vuñj sharīr – 2

Surtā ṛupī saḍh chaḍāvī, shāñti ṛūp samīrjī

Nāv Hari nā nām ṛūpī, dhāro nāñgal dhīr – 3

Khevaṭ gnānī guṛū gotī, dharmī dhyānī dhīrjī

Māv kavi kahe turat tarshe, satsañgī shūrvīr – 4

ભવસાગરનાં નીર તરીને જાવું સામે તીર;       

                        સંતો ભવસાગરનાં નીરજી. ટેક. 

આશા તૃષ્ણા નદીને સંગમ ગાજતાં ગંભીરજી;       

મનસુબારૂપી લોઢ મોટા, થાવા ન દીએ સ્થિર. સંતો૦ ૧

કામ ક્રોધ ને લોભ મોટા, મગરમચ્છની ભીડજી;       

ભામિની રૂપી ભમરીમાંથી, સાચવવું જ શરીર. સંતો૦ ૨

સુરતા રૂપી સઢ ચડાવી, શાંતિ રૂપ સમીરજી;       

નાવ હરિના નામ રૂપી, ધારો નાંગળ ધીર. સંતો૦ ૩

ખેવટ જ્ઞાની ગુરુ ગોતી, ધર્મી ધ્યાની ધીરજી;       

માવ કવિ કહે તુરત તરશે, સત્સંગી શૂરવીર. સંતો૦ ૪