🧾 Chhapaiyā Thī Mahārāj / છપૈયાથી મહારાજ
Chhapaiyā thī Mahārāj vhelā āvjo re lol,
Karvī māre manḍā kerī vāt jo, vasmī velā e vhelā āvjo re lol;
Añtar nī ved nā huñ kyāñ kahuñ re lol, māre Tamāro ekaj ādhār jo – 1
Āj nā dīdhelā Tamne notrā re lol, jojo jīvan jovī na paḍe vāṭ jo – 2
Dādā Khāchare darbār sompīyā re lol, Lāḍubā e pūjā karī pyār jo – 3
Bhakto nā sād Tame sāmbhaltā re lol, Prabhu tūrt thatā Māṇkī e asvār jo
Charaṇchām̃pī pīplo chalāvīyo re lol, evā pragaṭ parchā ne pūr nār jo-5
છપૈયાથી મહારાજ વહેલા આવજો રે લોલ,
કરવી મારે મનડા કેરી વાત જો, વસમી વેળાએ વહેલા આવજો રે લોલ..ટેક૦
અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, મારે તમારો એકજ આધાર જો…વસમી૦
આજના દીધેલા તમને નોતરા રે લોલ, જો જો જીવન જોવી ન પડે વાટ જો…વસમી૦
દાદા ખાચરે દરબાર સોંપીયા રે લોલ, લાડુબાએ પૂજા કરી પ્યાર જો…વસમી૦
ભક્તોના સાદ તમે સાંભળતા રે લોલ, પ્રભુ તૂર્ત થતા માણકીએ અસવાર જો…વસમી૦
ચરણ ચાંપી પીપળો ચલાવીયો રે લોલ, એવા પ્રગટ પરચાને પૂરનાર જો…વસમી૦
