🧾 Ek Din Jāvuñ / એક દિન જાવું

Ek din jāvuñ Hari nāñ dhām māñ, chetī ne chālo sañsār māñ;

Jojo e divas ochiñto āvshe, jojo na bhūltā bebhān māñ – 1

Enī khabar ke sañdesho na āvshe, nahi āve tār ke ṭapāl māñ – 2

Mārā mārā jene mānī rahyā chho, tyāñ to e nahi āve kām māñ – 3

Bhāthuñ bhakti nuñ sāthe li lejo, e nahi bhūltā bhān māñ – 4

Ḍākor vāsīne bhūlī nahi jātā, rākho ne chit Raṇchhoḍ māñ – 5

એક દિન જાવું હરિનાં ધામમાં, ચેતીને ચાલો સંસારમાં;
જો જો એ દિવસ ઓચિંતો આવશે, જો જો ન ભૂલતા બે ભાનમાં – ૧
એની ખબર કે સંદેશો ન આવશે, નહિ આવે તાર કે ટપાલમાં – ૨
મારા મારા જેને માની રહ્યા છો, ત્યાં તો એ નહિ આવે કામમાં – ૩
ભાથું ભક્તિનું સાથે લઇ લેજો, એ નહિ ભૂલતા ભાનમાં – ૪
ડાકોરવાસીને ભૂલી નહિ જાતા, રાખોને ચિત રણછોડમાં – ૫