🧾 Ekaj De Chingārī / એકજ દે ચિનગારી

Ekaj de chingārī, mahānal ekaj de chingārī;

Chakmak loḍhuñ ghastañ ghastañ, kharchī jīñdagī sārī

Jamagrī māñ taṇkho na paḍyo, na falī mehenat mārī – 1

Chāñdo salgyo, sūraj salgyo, salgī ābh aṭārī
Nā salgī ek sagḍī mārī, vāt vipatnī bhārī – 2

Ṭhañḍī māñ muj kāyā thath re, khūṭī dhīraj mārī

Vishvānal! huñ adhik na māguñ, māguñ ek chingārī – 3

એકજ દે ચિનગારી, મહાનલ એકજ દે ચિનગારી;
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખર્ચી જીંદગી સારી
જમગરી માં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી – ૧
ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી – ૨
ઠંડી માં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ હું અધિકન માગું, માગું એક ચિનગારી – ૩