🎵 Hari Vinā Hitkārī / હરિ વિના હિતકારી – રાગ : મિશ્ર જયજયવંતી (પદ:૨ )

Hari vinā hitkārī bījuñ koi tāṛūñ nathī;

Prabhu bhajyā nuñ Ved Purāṇe kahyuñ chhe kathī

Akkal hīṇā ālshī beṭho pāmar tuñ pathī – 1

Māt pitā sut nārī bañdhav nahi tārāñ sāthī

Añt samay e to eklā jāvuñ kyāñ mare māthī – 2

Svārthīo sañsār temāñ raho lath bathī

Sañtpuṛūsh nī sobat vinā shī thāshe gatī – 3

Akkal vañtā rāj kartā muvā mahā rathī

Devānañd kahe āpṇe jāvuñ kahuñ ṭheṭh thī – 4

 

Māṇas no avtār moñgho nahi male farī;

Mān marḍāi moṭap melī bhajī le Hari

Nahi to jāsho choryāshī māñ janam bahu dharī – 1

Duhkh taṇo dariyāv moṭo nahi shake tarī

Shyāmalīyā ne sharaṇe jātāñ jāshe ugrī – 2

Nirlaj tuñ navro na rahyo ghar dhañdho karī

Māyā māyā karto murakh na beṭho ṭharī – 3

Chetī le chit māñ vichārī chālje karī

Devānañd nā Nāth bhajo prem māñ bharī – 4

 

Bhajī le Bhagvān ne sāchā sañt ne malī;

Vachan māñ vishvās rākhe bhajan māñ bhalī

Pūrv kerāñ pāp tārāñ to jāshe ṭalī – 1

Olkhī le Avināshī rehje gnān māñ galī

Rījhshe rañg rel vhālo aḍhalak ḍhalī – 2

l to vikrāl verī vikhshe valī

Kāmnī kuṭum̃b tuñne nākhshe ghañṭī māñ dalī – 3

Saty tyañ sukh dharm rahe kul tyāñ kalī

Devānañd kahe duniyā kerī akkal āñdhalī…Bhaji le – 4

હરિ વિના હિતકારી બીજું કોઈ તારૂં નથી.  ટેક.
પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી;
અક્કલહીણા આળશી બેઠો પામર તું પથી. હરિ વિના – ૧
માત પિતા સુત નારી બંધવ નહિ તારાં સાથી;
અંત સમયે તો એકલા જાવું ક્યાં મરે માથી. હરિ વિના – ૨
સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી;
સંતપુરૂષની સોબત વિના શી થશે ગતી. હરિ વિના – ૩
અક્કલવંતા રાજ કરતા મુવા મહારથી;
દેવાનંદ કહે આપણે જાવું કહું ઠેઠથી. હરિ વિના – ૪

માણસનો અવતાર રાગ : મિશ્ર ખમાજ (પદ: )

માણસનો અવતાર મોંઘો નહિ મળે ફરી.  ટેક.
માન મરડાઈ મોટપ મેલી ભજીલે હરિ;
નહિતો જાશો ચોર્યાશીમાં જન્મ બહુ ધરી. માણસનો – ૧
દુઃખ તણો દરિયાવ મોટો નહિ શકે તરી;
શ્યામળીયાને શરણે જાતાં જાશે ઉગરી. માણસનો – ૨
નિર્લજ તું નવરો ન રહ્યો ઘર ધંધો કરી;
માયા માયા કરતો મુરખ ન બેઠો ઠરી. માણસનો – ૩
ચેતી લે ચિતમાં વિચારી ચાલજે કરી;
દેવાનંદના નાથ ભજો પ્રેમમાં ભરી. માણસનો – ૪

ભજી લે ભગવાન નેરાગ : ખમાચ  (પદ:)

ભજી લે ભગવાન ને સાચા સંતને મળી.  ટેક.
વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી;
પૂર્વ કેરાં પાપ તારાં તો જાશે ટળી.  ભજી – ૧
ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગળી;
રીઝશે રંગ રેલ વ્હાલો અઢળક ઢળી.  ભજી – ૨
કાળ તો વિક્રાળ વેરી વિખશે વળી;
કામની કુટુંબ તુંને નાખશે ઘંટીમાં દળી.  ભજી – ૩
સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળ ત્યાં કળી;
દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી.  ભજી – ૪