🧾 Harijan Sāchā Re / હરિજન સાચા રે – રાગ : ગરબી

Harijan sāchā re, je ur mañ him̃mat rakhe;

Vipte varchī re, kedī dīn vachan nav bhākhe;

Jag nuñ sukh duhkh re, māyik mithya karī jāṇe

Tan dhan jātāñ re, añtar māñ shok na āṇe – 1

Par upkārī re, jan prem niyam māñ pūrā

Daihik duhkh māñ re, dājhe nahi sādhu shūrā – 2

Hari ne samre re, nitya ahonish umañg bharīyā

Sarve tajī ne re, naṭ nāgar vhālā karīyā – 3

Brahmānañd kahe re, evā harijan nī balihārī

 

Mastak jātāñ re, nav mele ṭek vichārī – 4

હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે,

વિપતે વરચી રે, કેદી દીન વચન નવ ભાખે –

જગનું સુખ દુઃખ રે, માયિક મિથ્યા કરી જાણે,

તન ધન જાતાં રે, અંતરમાં શોક ન આણે –

પર ઉપકારી રે, જન પ્રેમ નિયમમાં પૂરા,

દૈહિક દુઃખમાં રે, દાઝે નહિ સાધુ શૂરા –

હરિને સમરે રે, નિત્ય અહોનિશ ઉમંગ ભરીયા,

સર્વે તજીને રે, નટનાગર વહાલા કરીયા –

બ્રહ્માનંદ કહે રે,  એવા હરિજનની બલિહારી,

મસ્તક જાતાં રે, નવ મેલે ટેક વિચારી –