🧾 He Nāth (i) / હે નાથ

He Nāth joḍī hāth pāye, prem thī sahu mañgīe,

Sharaṇmale sāchuñ Tamāṛūñ, e hrday thī mañgīe;

Je jīv āvyo Āp pāse, charaṇmāñ apnāvjo

Parmātmā e ātmā ne shāñti sāchī āpjo – 1

Valī karm nāñ yoge karī, je kul māñ e avtare

Tyāñ pūraṇpreme o Prabhujī, Āpnī bhakti kare

Lakh chorāshī bañdhano ne, laksh mān li kāpjo

Parmātmā e ātmā ne shāñti sāchī āpjo – 2

Susam̃pati suvichār, sat karm no di vārso

Janmo janam satsañg thī, kirtār pār utārjo

Ālok ne parlok mān, Tav prem rag rag vyāpjo

Parmātmā e ātmā ne shāñti sāchī āpjo – 3

Male moksh ke sukh svarg nāñ, āshā ure evī nathī

Diyo deh durlabh mānvī no, bhajan karvā bhāv thī

Sāchuñ batāvī ṛūp, Shrī Raṇchhoḍ hrdaye sthāpjo

Parmātmā e ātmā ne shāñti sāchī āpjo – 4

હે નાથ જોડી હાથ પાયે, પ્રેમથી સહુ માંગીએ,
શરણ મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો   –

વળી કર્મનાં યોગે કરી, જે  કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી, આપની ભક્તિ કરે
લખચોરાશી બંધનોને, લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો
સુસંપત્તિ  સુવિચાર, સતકર્મનો દઈ વારસો
જન્મો જનમ સતસંગથી, કિરતાર પાર ઉતારજો
આ લોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી
દિયો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ, શ્રી રણછોડ હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો