🧾 He Nāth (ii) / હે નાથ

He Nāth joḍī hāth pāye prem thī sau lāgīe,

Sharaṇuñ male sāchuñ Tamāṛūñ e hrday thī māñgīe;

Je jīv āvyo Āp sharaṇe, charaṇmāñ apnāvjo

Parmātmā e ātmā ne, chīr shāñti āpjo – 1

Valī karm nāñ yoge karī ne, kul māñ je avtare

Tyāñ pūrṇpreme o Prabhujī, Āpnī bhakti kare

Janmo janam nāñ bañdhano ne, laksh di kapāvjo

Parmātmā e ātmā ne, chīr shāñti āpjo – 2

Sam̃pati sad vichār sad, sat karm no di vārso

Nav janam di satsañg thī, kīrtār pār utārjo

Ālok ne parlok māñ, nav prem rag rag vyāpjo

Parmātmā, e ātmā ne, chīr shāñti āpjo – 3

Mukti male ke svarg nā, sukh āsh urbhar vinati

Deh amulo mānvī no, bhajan karvā bhāv thī

Shivṛūp jagmāñ dākhvī, shivṛūp hrday vāsjo

Parmātmā e ātmā ne, chīr shāñti āpjo – 4

Mānav tanu ā chhoḍīne, te āp ḍvāre āvīo

Karmnā ḍhag ho bhale, Prabhu puṇyathī ugārjo

Aprāḍh māf karī sahu, am vinañti svīkārjo

Parmātmā e ātmā ne, chīr shāñti āpjo – 5

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ
શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ શરણે, ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને, ચીર શાંતિ આપજો – ૧

વળી કર્મનાં યોગે કરીને, કુળમાં જે અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી, આપની ભક્તિ કરે
જન્મો જનમનાં બંધનોને, લક્ષ દઈ કપાવજો
પરમાત્મા એ આત્માને, ચીર શાંતિ આપજો – ૨

સંપત્તિ સદ વિચાર સદ, સતકર્મનો દઈ વારસો
નવજનમ દઈ સતસંગથી, કીરતાર પાર ઉતારજો
આ લોક ને પરલોકમાં, નવ પ્રેમ રગ રગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને, ચીર શાંતિ આપજો – ૩

મુક્તિ મળે કે સ્વર્ગનાં સુખ, આશ ઉરભર વિનતિ
દેહ અમુલો માનવીનો ભજન કરવા ભાવથી
શિવરૂપ જગમાં દાખવી, શિવરૂપ હૃદય વાસજો

પરમાત્મા એ આત્માને, ચીર શાંતિ આપજો – ૪

માનવતનુ આ છોડીને, તે આપ દ્વારે આવીઓ 

કર્મના ઢગ હો ભલે, પ્રભુ પુણ્યથી ઉગારજો 

અપરાધ માફ કરી સહુ, અમ વિનંતિ સ્વીકારજો 

પરમાત્મા એ આત્માને, ચીર શાંતિ આપજો – ૫