🧾 Huñ Sharṇe Tāre Āvyo Chhuñ / હું શરણે તારે આવ્યો છું

Huñ sharṇe Tāre āvyo chhuñ, Prabhu Tuñ na svīkāre to huñ shuñ kaṛūñ?

Huñ charṇe arjī lāvyo chhuñ, Prabhu Tuñ na vichāre to huñ shuñ kaṛūn?;

Huñ janam janam no aprādhī, valī manmāñ tanmāñ chhe vyādhī
Huñ dardī thi ne āvyo chhuñ, Prabhu Tuñ na maṭāḍe to huñ shuñ kaṛūñ?

Mārī chāre bājuñ chhe āñdhī, māro tār ṭuṭelo de sāñdhī
Huñ bhūl bharelo āvyo chhuñ, Prabhu Tuñ na sudhāre to huñ shuñ kaṛūñ? – 2

Mane svārathīo paṇjagāḍe chhe, valī pāgal samjī pakḍe chhe
Huñ chhuṭvā māṭe āvyo chhuñ, Prabhu Tuñ na chhoḍāve to huñ shuñ kaṛūñ? – 3

Māre Prabhu nā pañthe jāvuñ chhe, valī Rām bhakt paṇthāvuñ chhe
Huñ tarvā māṭe āvyo chhuñ, Prabhu Tuñ na tarāve to huñ shuñ kaṛūn?-4

હું શરણે તારે આવ્યો છું, પ્રભુ તું ન સ્વીકારે તો હું શું કરૂં

હું ચરણે અરજી લાવ્યો છું,પ્રભુ તું ન વિચારે તો હું શું કરૂં;

હું જનમ જનમ નો અપરાધી, વળી મનમાં તનમાં છે વ્યાધી
હું દર્દી  થઈને આવ્યો છું, પ્રભુ તું ન મટાડે તો હું શું કરૂં – ૧

મારી ચારે બાજું છે આંધી, મારો તાર ટુટેલો દે સાંધી
હું ભૂલ ભરેલો આવ્યો છું,પ્રભુ તું ન સુધારે તો હું શું કરૂં – ૨ 

મને સ્વાર્થીઓ પણ જગાડે છે, વળી પાગલ સમજી પકડે છે
હું છુટવા માટે આવ્યો છું, પ્રભુ તું ન છોડાવે તો હું શું કરૂં – ૩ 

મારે પ્રભુના પંથે જાવું છે, વળી રામ ભક્ત પણ થાવું છે
હું તરવા માટે આવ્યો છું, પ્રભુ તું ન તરાવે તો હું શું કરૂં – ૪