🧾 Janam Sañgāthī Visāryā / જનમ સંગાથી વિસાર્યા – રાગ : ગરબી પદ – ૧
Janam sañgāthī visāryā Jagdīsh ne, ele khoyo māṇas no avtār re;
Saguñ nathī koi jāṇe tārā jīv nuñ, sapnā jevo juṭho ā sañsār re – 1
Ḍāhyo thi ne ḍole nirlaj nāt māñ, maram karī ne bole mīṭhā veṇre,
Sherī māñ marḍāto chāle mān māñ, rātāñ dīse rosh bharelāñ neṇre – 2
Nārī āgal ek rati nav ūpaje, ḍhāpaṇmelī jyāñ dore tyāñ jāy re,
Nirlajj thi ne nāche kubudḍhi keṇmāñ, vishay bharelo garju gothāñ khāy re – 3
Añtar māñ kapaṭī ne ūñḍī irshā, sādhu jan no lesh na kīdho sañg re,
Devānañd kahe Yam jorāvar āvshe, bhāñgī karshe bhūko tāṛūñ añg re-4
Bhavsāgar no pār na āve Prabhu vinā, tap tīrath vrat karī e koṭi upāy re;
Puṇy karī amrāpur nuñ sukh pāmī e, añte pāchho fogaṭ fero thāy re – 1
Māyā nī moṭap te mithyā jāṇjo, nadī e āvyuñ jem pāṇī nuñ pūr re,
Tenī peṭhe dhan joban ne jīv vuñ, āñk taṇāñ jem ūḍi jāshe tūr re – 2
Sagāñ kuṭum̃bī melī marvuñ ekaluñ, lakh chorāshī farvuñ vāram̃vār re,
Pāp taṇañ fal āgal tāre āvshe, karm karī ne bhariyā teñ koṭhār re – 3
Āj amūlakh māṇas nuñ tan āviyuñ, bhajvā sāṛūñ bhāv karī ne Bhagvān re,
Devānañd kahe mān tajī ne mānje, vāt vichārī sārī chatur sujāṇre – 4
જનમ સંગાથી વિસાર્યા જગદીશને, એળે ખોયો માણસનો અવતાર રે;
સગું નથી કોઈ જાણે તારા જીવનું, સપના જેવો જુઠો આ સંસાર રે…જનમ૦ ૧
ડાહ્યો થઇને ડોલે નિર્લજ નાતમાં, મરમ કરીને બોલે મીઠા વેણ રે;
શેરીમાં મરડાતો ચાલે માનમાં, રાતાં દીસે રોષ ભરેલાં નેણ રે….જનમ૦ ૨
નારી આગળ એક રતિ નવ ઊપજે, ડહાપણ મેલી જ્યાં દોરે ત્યાં જાય રે;
નિર્લજ્જ થઇને નાચે કુબુદ્ધિ કેણમાં, વિષય ભરેલો ગરજુ ગોથાં ખાય રે…જનમ૦
અંતરમાં કપટી ને ઊંડી ઈરષા, સાધુ જનનો લેશ ન કીધો સંગ રે;
દેવાનંદ કહે જમ જોરાવર આવશે, ભાંગી કરશે ભૂકો તારૂં અંગ રે…જનમ૦ ૪
ભવ સાગરનો પાર ન આવે પ્રભુ વિના, તપ તીરથ વ્રત કરીએ કોટિ ઉપાય રે;
પુણ્ય કરી અમરાપુરનું સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય રે…ભવ૦ ૧
માયાની મોટપ તે મિથ્યા જાણજો, નદીએ આવ્યું જેમ પાણીનું પૂર રે;
તેની પેઠે ધન જોબન ને જીવવું, આંક તણાં જેમ ઊડી જાશે તૂર રે…ભવ૦ ૨
સગાં કુટુંબી મેલી મરવું એકલું, લખ ચોરાશી ફરવું વારંવાર રે;
પાપતણાં ફળ આગળ તારે આવશે, કરમ કરીને ભરિયા તેં કોઠાર રે…ભવ૦ ૩
આજ અમૂલખ માણસનું તન આવિયું, ભજવા સારૂ ભાવ કરીને ભગવાન રે;
દેવાનંદ કહે માન તજીને માનજે, વાત વિચારી સારી ચતુર સુજાણ રે…ભવ૦ ૪
