🎵 Javāno Javāno / જવાનો જવાનો – રાગ : ભિમપલાસી

Javāno javāno jivḍā, ek di’ javāno, māṭī nā mel māñ tuñ keṭluñ re’vāno;

Kāyā kevo jo ne, mel aḍīkham, pag nā re thām̃bhle ūbho

Nav darvājā o, navī navī bhāt nā, upar dashmo jhṛūkho

Re’vāno re’vāno jīvtar, āñkhuñ ye re’vāno

Rājvī thi ne āto, me’lmāñ re’vāno – 1

Raiyat jone, dash inḍriyo ne, rākhje vashmāñ tārī

Pūjā ne prāthnā, shraddhā banshe, lākheṇī senā tārī

Thavāno thavāno humlo, ek di’ thavāno

lā ḍibāñg Yam no, humlo thavāno – 2

Hārshe jone, tāro ātam rājā, nahīñ rahe koi āro

Pāñch tattva māñ bhogvī jāshe, māṭī no mel ā tāro

Rovāno rovāno ākhar, ek di’ rovāno

Mankhā no vaibhav chhoḍtāñ, kāyar rovāno – 3

Kān re dharī ne, suṇī le jīvḍā, dīpak nuñ ā kahevuñ

Mūḍī bhajan nī vāprī le tuñ, chūkvī de Prabhujī nuñ devuñ

Javāno javāno upar, ek di’ javāno

Bāñdhī muṭhī āvyo paṇtuñ, kholī ne javāno – 4

જવાનો જવાનો જીવડા, એક દિ’ જવાનો, માટીના મેલમાં તું કેટલું રે’વાનો

કાયા કેવો જો ને, મેલ અડીખમ, પગના રે થાંભલે ઊભો

નવ દરવાજાઓ, નવી નવી ભાતના, ઉપર દશમો ઝરૂખો

રે’વાનો રે’વાનો જીવતર, આખુંયે રે’વાનો

રાજવી થઈને આ તો, મે’લમાં રે’વાનો – ૧

રૈયત જો ને, દશ ઇન્દ્રિયોને, રાખજે વશમાં તારી

પૂજા ને પ્રાથના, શ્રધ્ધા બનશે, લાખેણી સેના તારી

થવાનો થવાનો હુમલો, એક દિ’ થવાનો

કાળા ડિબાંગ જમ નો, હુમલો થવાનો – ૨

હારશે જોને, તારો આતમરાજા, નહીં રહે કોઈ આરો

પાંચ તત્ત્વમાં ભોગવી જાશે, માટીનો મેલ આ તારો

રોવાનો રોવાનો આખર, એક દી’ રોવાનો

મનખાનો વૈભવ છોડતાં, કાયર રોવાનો – ૩

કાન રે ધરીને સુણી લે જીવડા, દીપકનું આ કહેવું

મૂડી ભજનની વાપરી લે તું, ચૂકવી દે પ્રભુજીનું દેવું

જવાનો જવાનો ઉપર, એક દી’ જવાનો

બાંધી મુઠી આવ્યો પણ તું, ખોલીને જવાનો – ૪