🎵 Jāvuñ Chhe Re / જાવું છે રે – રાગ : ગરબી – પદ – ૧

Jāvuñ chhe re jāvuñ chhe re, jāvuñ chhe nedān, bhaj Bhagvān re jīv jāvuñ chhe;

Jāvuñ chhe re jāvuñ chhe re, rehevānuñ chhe kāchuñ, māne sāchuñ re – 1

Jāvuñ chhe re jāvuñ chhe re, māl dhan melī, ṭhāluñ ṭhelī re – 2

Jāvuñ chhe re jāvuñ chhe re, āvuñ tan tyāgī, jo ne jāgī re – 3

Jāvuñ chhe re jāvuñ chhe re, āpo jamṇe hāthe, āve sāthe re – 4

Jāvuñ chhe re jāvuñ chhe re, kahe Nishkulānañd, bhaj Goviñd re – 5

Bhūle māñ re bhūle māñ re, āvuñ añg bhālī, deshe bālī re bhāi bhūle māñ;

Bhūle māñ re bhūle māñ re, tan nathī tāṛūñ, māne māṛūñ re – 1

Bhūle māñ re bhūle māñ re, dekhī deh ṛuḍī, chhe jo kūḍī re – 2

Bhūle māñ re bhūle māñ re, deh deshe dāṭī, thāshe māṭī re – 3

Bhūle māñ re bhūle māñ re, dekhī deh sārī, jo ne vichārī re – 4

Bhūle māñ re bhūle māñ re, kahe Nishkulānañd, svāmī sukh kañd re – 5

Mānī le re mānī le re, mānī le man māṛūñ, to ghaṇuñ sāṛūñ re man mānī le;

Mānī le re mānī le re, khoṭā māñ shuñ khūñtyo, taj ne tuñ to re – 1

Mānī le re mānī le re, dhāish māñ dhan nārī, thāshe khuvārī re – 2

Mānī le re mānī le re, sāchā no thā sañgī, man bahu rañgī re – 3

Mānī le re mānī le re, tāṇtārī tajī, Hari lene bhajī re – 4

Mānī le re mānī le re, kahe Nishkulānañd, fīṭe bhavfañd re – 5

Vichāre re vichāre re, vichāre vīr vāṛūñ, to ghaṇuñ sāṛūñ re vīr vichāre;

Vichāre re vichāre re, vichārī ne chāle, jāvuñ kāle re – 1

Vichāre re vichāre re, vichārī ne bole, Hari ma bhūle re – 2

Vichāre re vichāre re, satsañg kusañg, to rahe rañg re – 3

Vichāre re vichāre re, durlabh ā dehī, gi āve nahī re – 4

Vichāre re vichāre re, kahe Nishkulānañd, chhellī chhañd re – 5

 

NB: This was this great saint’s last kirtan before returning to Akshardham and Swami knew this fact and wrote it into the last verse.

જાવું છે રે જાવું છે રે જાવું છે નેદાન, ભજ ભગવાન રે જીવ જાવું છે – ટેક૦

જાવું છે રે જાવું છે રે રહેવાનું છે કાચું, માને સાચું રે – જીવ૦  ૧

જાવું છે રે જાવું છે રે માલ  ધન મેલી, ઠાલું ઠેલી રે – જીવ૦  ૨

જાવું છે રે જાવું છે રે આવું તન ત્યાગી, જોને જાગી રે – જીવ૦  ૩

જાવું છે રે જાવું છે રે આપો જમણે હાથે, આવે સાથે રે  – જીવ૦  ૪

જાવું છે રે જાવું છે રે કહે નિષ્કુળાનંદ, ભજ ગોવિંદ રે – જીવ૦  ૫

 

પદ- ૨

ભૂલેમાં રે ભૂલેમાં રે આવું અંગ ભાળી, દેશેબાળી રે ભાઈ ભૂલે માં – ટેક૦

ભૂલેમાં રે ભૂલેમાં રે તન નથી તારું, માને મારું રે – ભાઈ૦ ૧

ભૂલેમાં રે ભૂલેમાં રે દેખી દેહ રૂડી, છે જો કુડી રે – ભાઈ૦ ૨

ભૂલેમાં રે ભૂલેમાં રે દેહ દેશે દાટી, થાશે માટી રે – ભાઈ૦ ૩

ભૂલેમાં રે ભૂલેમાં રે દેખી દેહ સારી, જોને વિચારી રે – ભાઈ૦ ૪

ભૂલેમાં રે ભૂલેમાં રે, કહે નિષ્કુળાનંદ, સ્વામી સુખકંદ રે – ભાઈ૦ ૫

 

પદ – ૩

માનીલે રે માનીલે રે, માનીલે મન મારું, તો ઘણું સારું રે મન માનીલે – ટકે૦

માનીલે રે માનીલે રે ખોટામાં શું ખૂંત્યો, તજને તું તો રે – મન૦  ૧

માનીલે રે માનીલે રે ધાઈશમાં ધન નારી, થાશે ખુવારી રે – મન૦  ૨

માનીલે રે માનીલે રે સાચાનો થા સંગી, મન બહુરંગી રે – મન૦  ૩

માનીલે રે માનીલે રે તાણ તારી તજી, હરિ લેને ભજી રે – મન૦  ૪

માનીલે રે માનીલે રે કહે નિષ્કુળાનંદ, ફીટે ભવફંદ રે – મન૦  ૫

 

પદ – ૪

વિચારે રે વિચારે રે વિચારે વીર વારું, તો ઘણું સારું રે વીર વિચારે – ટેક૦

વિચારે રે વિચારે રે વિચારીને ચાલે, જાવું કાલે રે – વીર૦  ૧

વિચારે રે વિચારે રે વિચારીને બોલે, હરિ મ ભૂલે રે – વીર૦  ૨

વિચારે રે વિચારે રે સતસંગ કુસંગ, તો રહે રંગ રે – વીર૦  ૩

વિચારે રે વિચારે રે દુર્લભ આ દેહી, ગઈ આવે નહી રે – વીર૦  ૪

વિચારે રે વિચારે રે કહે નિષ્કુળાનંદ, છેલ્લી છંદ રે – વીર૦  ૫