🧾 Jiñdagī No Chopḍo / જિંદગીનો ચોપડો

Ā jiñdagī nā chopḍā māñ sarvālo mañḍjo

Man ne mhetājī karī kāme lagāḍjo;

Āj sudhī jīvyā chho keṭluñ ne kevuñ

Keṭlī kamāṇī karī keṭluñ chhe devuñ

Kāḍhī sarvaiyuñ koi sañt ne batāvjo – 1

Keṭlī sudhārī vruti keṭlī bagāḍī 

Kayā pāṭe chālī rahī jiñdagī nī gāḍī

Prabhu pañth pāmvā ne pāṭā badlāvjo – 2

Jamā ne udhār no kāḍhjo tafāvat

Keṭlī Prabhu nā nāme karī chhe banāvaṭ

Ek ek pānuñ chiñtan thī chakāsjo – 3

Kañṭhī peherī ne kañṭh keṭlā nā kāpyā

lā nā maṇkā māñ Mādhav ne māpyā

Tilak thī budḍhi nī shudḍhi vadhārjo – 4

Gītā nī vāt kaho keṭlī pachāvī

Keṭlī kuṭev kāḍhī, keṭlī bachāvī

Svādhyā thī jīvan ne suñdar banāvjo – 5

Bhāv ane bhakti māñ mast banī rāchjo

Ek ek gāmḍe Gītā ne pahoñchāḍjo

Kām karī Prabhu nā dil ne rījhāvjo – 6

આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો;
આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું
કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો – ૧
કેટલી સુધારી વૃતિ કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી
પ્રભુપંથ પામવાને પાટા બદલાવજો – ૨
જમા ને ઉધારનો કાઢજો તફાવત, કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ
એક એક પાનું ચિંતનથી ચકાસજો – ૩
કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા
તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો – ૪
ગીતાની વાત કહો કેટલી પચાવી, કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી
સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો – ૫
ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાચજો, એક એક ગામડે ગીતાને પહોંચાડજો
કામ કરી પ્રભુના દિલને રીઝાવજો – ૫