🧾 Jīv Shāne Fare Chhe Gumānmāñ / જીવ શાને ફરે છે ગુમાનમાં
Jīv shāne fare chhe gumānmāñ, tāre rehevuñ bhāḍā nāñ makān māñ;
Jāṇe enuñ makān, karyā rañg ne ṛūñgāṇ
Jāṇe līdhuñ chhe kāyam vhechāṇmāñ – 1
Juñvo eno ṛūāb, jāṇe moṭo navāb
Yam āvī ne kaheshe tārā kān māñ – 2
Khoṭo kāyā no khel, moñgho māyā no mahel
Tane sañto samjāve jone shān māñ – 3
Yamḍā āvī chaḍe, sagāñ snehīo raḍe
Tāre jāvānuñ ākhre smashān māñ – 4
Māl bījā khāshe, jīv narke jāshe
Lobhī kahevāish tuñ ākhā gām māñ – 5
જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાનાં મકાનમાં;
જાણે એનું મકાન, કર્યા રંગને રૂંગાણ, જાણે લીધું છે કાયમ વહેચાણમાં – ૧
જુંવો એનો રૂઆબ, જાણે મોટો નવાબ, યમ આવી ને કહેશે તારા કાનમાં – ૨
ખોટો કાયાનો ખેલ, મોંઘો માયા નો મહેલ, તને સંતો સમજાવે જોને શાનમાં – ૩
યમડા આવી ચડે, સગાં સ્નેહીઓ રડે, તારે જાવાનું આખરે સ્મશાનમાં – ૪
માલ બીજા ખાશે, જીવ નરકે જાશે, લોભી કહેવાઈશ તું આખા ગામમાં – ૫
