🧾 Kar Prabhu Sañgāthe / કર પ્રભુ સંગાથે – રાગ : ગરબી
Kar Prabhu sañgāthe draḍh prītḍī re, marī jāvuñ melī ne dhan māl
añt kāle saguñ nahi koi nuñ re;
Sañskāre sam̃bañdhī sarve malyā re, e chhe juṭhī māyā kerī jāl – 1
Māṛūñ māṛūñ karī ne dhan melvyuñ re, temāñ tāṛūñ nathī tal bhār – 2
Sukh svapnā jevuñ chhe sañsār nuñ re, tene jātā na lāge vār – 3
Māṭe seve tuñ sāchā sañt ne re, tārā ṭalshe trividhi nā tāp – 4
Ati moṭā puṛūsh ne āshre re, bale pūrv janam nā pāp – 5
Evuñ samjī ne bhaj Bhagvān ne re, sukh kārī sadā Ghanshyām – 6
Devānañd no vhālo duhkh kāpshe re, man vāñchhit pūraṇkām – 7
કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલ;
અંતકાળે સગું નહિ કોઇનું રે – ટેક૦
સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જુઠી માયા કેરી જાળ – અં૦
મારૂં મારૂં કરીને ધન મેળવ્યું રે તેમાં તારૂં નથી તલભાર – અં૦
સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર – અં૦
માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ – અં૦
અતિ મોટા પુરૂષને આશરે રે, બળે પૂર્વ જનમના પાપ – અં૦
એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ – અં૦
દેવાનંદનો વ્હાલો દુઃખ કાપશે રે, મનવાંછિત પૂરણકામ – અં૦
