🧾 Koi Koinuñ Nathī Re / કોઈ કોઈનું નથી રે
Koi koinuñ nathī re koi koinuñ nathī re,
Alyā nāhak nāñ maro badhāñ mathī mathī re;
Manthī mānel kahe badhāy mārāñ, mānī le jīvḍā tārā ke mārā,
Svārth vinā prīti koi kartuñ nathī re – 1
Ā mārī dikarī ne ā mārī māt chhe, ā mārī gharvālī ne ā māro bāp chhe,
Muānī sañgāthe koi jatuñ nathī re – 2
Jan nī janetā e janma re dīdho, pālī poshī ne tane moṭero kīdho,
Parṇyā pachhī mātā sāmuñ joto nathī re – 3
Keṭlāñk gyā ne keṭlāñk javānāñ, nā koi rahyāñ ne nā koi rehevānā,
Gyā enāñ koi samāchār nathī re – 4
Svayam̃prakāsh kahe Hari ne bhajī lyo, mānav no deh malyo fero sudhārī lo,
Tārā sāchā sañgāthī Prabhu vinā nathī re – 5
કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે,
અલ્યા નાહકનાં મરો બધાં મથી મથી રે…કોઈ૦ ૧
મનથી માનેલ કહે બધાય મારાં, માની લે જીવડા તારા કે મારા,
સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે…કોઈ૦ ૨
આ મારી દિકરીને આ મારી માત છે, આ મારી ઘરવાળીને આ મારો બાપ છે,
મુઆની સંગાથે કોઈ જતું નથી રે…કોઈ૦ ૩
જનની જનેતાએ જન્મ રે દીધો, પાળી પોષીને તને મોટેરો કીધો,
પરણ્યા પછી માતા સામું જોતો નથી રે…કોઈ૦ ૪
કેટલાંક ગયા ને કેટલાંક જવાનાં, ના કોઈ રહ્યાં ને ના કોઈ રહેવાના,
ગયા એનાં કોઈ સમાચાર નથી રે…કોઈ૦ ૫
સ્વયં પ્રકાશ કહે હરિને ભજીલ્યો, માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લો,
તારા સાચા સંગાથી પ્રભુ વિના નથી રે…કોઈ૦ ૬
