🧾 Lagna Nuñ Ṭāṇuñ / લગ્નનું ટાણું
Lagna nuñ ṭāṇuñ ek din āvshe jīv rājā, jānuñ tārī jabrī joḍāvshe;
Kāyā to tārī tyāre thar-thar dhrujshe, ann paṇīlā nahī bhāvshe;
Sagāñ re vhālāñ tārī pāse nahī āve, tārā muñvā māṭe nī bādhā rākhshe
Svārth no prem sau uplo batāvshe, bodh nāḍī ne dekhāḍshe
Ant velā tane pastāvo thāshe, jīvan nī nāv tārī ḍubshe – 1
Upar jāvānī tārī taiyārī thāshe, pachhī prāṇpañkheṛū tāṛū ūḍshe
Añg nāñ ghareṇāñ tārā utārī leshe, dhartī nī upar poḍhāḍshe
Chār shrīfal tārī pālkhī bāñdhshe, ful nī pachheḍī oḍhāḍshe – 2
Jān joḍātāñ tārā sagāñ ne vhalañ, nāhak nāñ nīsāsā nākhshe
Jām̃pā suñdhī tane valāvī āvshe, amañgal mañgaliyā vartāvshe
Chār visāme tāro varghoḍo farshe, smashāṇe chitā salgāvshe – 3
Agni no dāh tārā dīkrāo deshe, snān karīne gher āvshe
Bār dāḍe tārī kriyāo karshe, mīṭhāi bhojan mañgāvshe
Varsh thātāñ tārī varsī e vārshe, pachhī tuñ yād nahī āvshe – 4
Yam nā darbāre tāṛū jor nahī chāle, palpal nāñ lekhāñ tyāñ māñgshe
Jiñdagī te to tārī ehḍe gumāvī, afsos eno tane lāgshe
Sāchā sadguṛū nuñ sharaṇuñ je shodhshe, tār trikam māṇī lāvshe
Mādhav nām māñ mast banī ne, janma maraṇferā ṭālshe – 5
લગ્નનું ટાણું એક દિન આવશે જીવ રાજા, જાનું તારી જબરી જોડાવશે;
કાયા તો તારી તયારે થરથર ધ્રwજશે, અન્ન પાણીળા નહી ભાવશે;
સગાં રે વ્હાલાં તારી પાસે નહી આવે, તારા મુંઆ માટે ની બાધા રાખશે
સ્વાર્થ નો પ્રેમ સૌ ઉપલો બતાવશે, બોધ નાડી ને દેખાડશે
અંત વેળા તને પસ્તાવો થાશે, જીવન ની નાવ તારી ડુબશે – ૧
ઉપર જાવાની તારી તૈયારી થાશે, પછી પ્રાણ પંખેરૂ તારૂ ઊડશે
અંગનાં ઘરેણાં તારા ઉતારી લેશે, ધરતી ની ઉપર પોઢાડશે
ચાર શ્રીફળ તારી પાલખી બાંધશે, ફુલ ની પછેડી ઓઢાડશે – ૨
જાન જોડાતાં તારા સગાં ને વ્હાલાં, નાહક નાં નીસાસા નાખશે
ઝાંપા સુંધી તને વળાવી આવશે, અમંગળ મંગળિયા વરતાવશે
ચાર વિસામે તારો વરઘોડો ફરશે, સ્મશાણે ચિતા સળગાવશે – ૩
અગ્નિ નો દાહ તારા દીકરાઓ દેશે, સ્નાન કરીને ઘેર આવશે
બાર દાડે તારી ક્રિયાઓ કરશે, મીઠાઈ ભોજન મંગાવશે
વર્શ થાતાં તારી વરસીએ વારશે, પછી તું યાદ નહી આવશે – ૪
યમના દરબારે તારૂ જોર નહી ચાલે, પલપલ નાં લેખાં ત્યાં માંગશે
જિંદગી તેતો તારી એહડે ગુમાવી, અફસોસ એનો તને લાગશે
સાચા સદગુરૂનું શરણું જે શોધશે, તાર ત્રિકમમણી લાવશે
માધવ નામમાં મસ્ત બનીને, જન્મ મરણ ફેરા ટાળશે – ૫
