🎵 Man Mān / મન માન
Man mān kahyuñ tuñ māṛū re, nakī jāvuñ nīrdhār;
Kāyā tārī karmāshe, añte fajetī thāshe
Palmāñ hī deh paḍī jāshe re – 1
Jem vruksh par pakshī āve, rāt rahī ne shañtī pāve
Prabhāte uḍī jāve re – 2
Nitya mare chhe nānā moṭā, pāṇī taṇā parpoṭā
Sañsār taṇā khel khoṭā re – 3
Nitya bhame chhe kāl tune levā, nahī diye pal ek rehevā
Jene līdhā chhe Rāvaṇjevā re – 4
Tārā jīv nuñ sādhan karje, Hari nām hrday māñ dharje
Bhavsiñdhuñ saheje tarje re – 5
Tame icchho chho antar sukh thāvā, bādhā muñkī dyo man nā dāvā
Dayānañd Hari guṇgāvā re – 6
મન માન કહ્યું તું મારૂ રે, નકી જાવું નીરધાર;
કાયા તારી કરમાશે, અંતે ફજેતી થાશે, પલમાંહી દેહ પડી જાશે રે – ૧
જેમ વૃક્ષ પર પક્ષી આવે, રાત રહીને શાંતી પાવે, પ્રભાતે ઉડી જાવે રે – ૨
નિત્ય મરે છે નાના મોટા, પાણી તણા પરપોટા, સંસાર તણા ખેલ ખોટા રે – ૩
નિત્ય ભમે છે કાળ તુને લેવા, નહી દિયે પળ એક રહેવા, જેને લીધા છે રાવણ જેવા રે – ૪
તારા જીવનું સાધન કરજે, હરિ નામ હ્રદયમાં ધરજે, ભવસિંધું સહેજે તરજે રે – ૫
તમે ઈચ્છો છો અંતર સુખ થાવા, બાધા મુંકી દયો મનના દાવા, દયાનંદ હરિ ગુણ ગાવા રે – ૬
