🧾 Mañgal Mañdir Kholo / મંગલ મંદિર ખોલો

Mañgal mañdir kholo, dayāmay mañgal mañdir kholo;

Jīvan van ati vege vaṭāvyuñ, ḍvār ūbho shishu bholo – 1

Timir gayuñ ne jyoti prakāshyo, shishu ne ūrmāñ lyo lyo – 2

Nām madhur Tam raṭyo nirañtar, shishu sah preme bolo – 3

Divy trushātur āvyo bālak, prem amīras ḍholo – 4

મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો;
જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો  – ૧
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઊરમાં લ્યો લ્યો – ૨
નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો  – ૩
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો  – ૪