🎵 Māre Karvī Manḍāñ Kerī Vāt / મારે કરવી મનડાં કેરી વાત
Māre karvī manḍāñ kerī vāt, hañs rājā rahī jāo āj nī rāt;
Pahelo visāmo ghar nī añgaṇe, bījo visāmo jhām̃pā bahār
Trījo visāmo bhāgol sudhī bhāi, chotho visāmo smashān – 1
Pātharṇā tārāñ lākḍañ nā pātharshe, pāchhal thī mukshe āg
Nārī ye ghar nī bhāgol sudhī bhāi, koṇhatā mā ne bāp – 2
Māl milkat tārī jhuṭāi jashe, koī na āve tārī sāth
Āvyo tevo tuñ javāno chhe bhāi, sāthe āve puṇy ne pāp – 3
Sagāñ sabañdhī tārañ joi reheshe, sañge na āve tārī sāth
Svayam̃prakāsh em kahe chhe re bhāi, kāyā banī gi rākh – 4
મારે કરવી મનડાં કેરી વાત, હંસ રાજા રહી જાઓ આજની રાત
પહેલો વિસામો ઘરની આંગણે, બીજો વિસામો ઝાંપા બહાર
ત્રીજો વિસામો ભાગોળ સુધી ભાઈ, ચોથો વિસામો સ્મશાન – હંસ રાજા
પાથરણા તારાં લાકડાં ના પાથરશે, પાછળથી મુકશે આગ
નારીયે ઘરની ભાગોળ સુધી ભાઈ, કોણ હતા મા ને બાપ – હંસ રાજા
માલ મિલક્ત તારી ઝુટાઈ જશે, કોઈ ન આવે તારી સાથ
આવ્યો તેવો તું જવાનો છે ભાઈ, સાથે આવે પુણ્ય ને પાપ – હંસ રાજા
સગાં સબંધી તારાં જોઈ રહેશે, સંગે ન આવે તારી સાથ
સ્વયંપ્રકાશ એમ કહે છે રે ભાઈ, કાયા બની ગઈ રાખ – હંસ રાજા
