🎵 Marvā Ṭāṇe / મરવા ટાણે – રાગ : મેઘ
Marvā ṭāṇe āvī re māvā, darshan do chho Hari dās ne
Jan aprādh Tame ur nathī dhārtā, āpo chho Brahmpur vās ne – 1
Gunā amārā hoy koṭi koṭi Girdhar, Naṭvar karjo have nāsh ne – 2
Shrī Ghanshyām Tame kaṛūṇā nā sāgar, ṭālo chho jan nā bhav trās ne – 3
Devānañd kahe doylī velā māñ, amne Tamārī ek āsh re – 4
મરવા ટાણે આવી રે માવા દર્શન દોછો હરિદાસને. મર. ટેક.
જન અપરાધ તમે ઉર નથી ધારતા, આપો છો બ્રહ્મપુર વાસને. મ. ૧
ગુના અમારા હોય કોટિકોટિ ગિરધર, નટવર કરજો હવે નાશને. મ. ૨
શ્રીઘનશ્યામ તમે કરૂણાના સાગર, ટાળો છો જનના ભવત્રાસને. મ. ૩
દેવાનંદ કહે દોયલી વેળામાં, અમને તમારી એક આશ રે. મ. ૪
