🎵 Nārāyaṇ Sukhkārī / નારાયણ સુખકારી – રાગ : ગોડી

Nārāyaṇsukhkārī, bhajī lene Nārāyaṇsukhkārī;

Sādhu jan nī, mān shīkhāmaṇ, vishy vikār visārī – 1

Māt pitā sut bāñdhav meṭī, nahi tārān sut nārī

Yam ne dvār eklā jāvuñ, karje karm vichārī – 2

Rājā rañk guṇi jan pañḍit, kheḍut ne vepārī

Sagāñ kuṭum̃bi sahit saune, lai jāve Yam mārī – 3

Bharat khañḍ meñ deh manushya no, mile nahīñ vāram vārī

Brahmānañd ke’thā ne sukhiyo, sañt vachan ur dhārī – 4

નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;

સાધુ જનની માન શીખામણ, વિષય વિકાર વિસારી. ટેક. ૧

માત પિતા સુત બાંધવ મેડી, નહિ તારાં સુત નારી;

જમને દ્વાર એકલા જાવું, કરજે કરમ વિચારી. ભજી. ૨

રાજા રંક ગુણિજન પંડિત, ખેડુત ને વેપારી;

સગાં કુટુંબિ સહિત સઉને, લૈજાવે જમ મારી. ભજી. ૩

ભરતખંડમેં દેહ મનુષ્યનો, મિલે નહીં વારમ વારી;

બ્રહ્માનંદ કે’ થાને સુખિયો, સંત વચન ઉર ધારી. ભજી. ૪