🎵 Prabhu Tam Vinā / પ્રભુ તમ વિના – રાગ : ગરબી
Prabhu Tam vinā māṛūñ koṇchhe, Tame jāṇo chho Hari Hari;
Parivār māñ Tame sār chho, sañsār nā ādhār chho
Mārā prāṇtaṇā Tame prāṇchho – 1
Ālok māñ Tame āp chho, parlok māñ mā bāp chho
Sarve jagat nā pratipāl chho – 2
Mārī āsh taṇī Tame ās chho, ati kuḍthī Tamo dūr chho
Mañjukeshānañd nā Nāth chho – 3
પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ. ટેક.
પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો;
મારા પ્રાણતણા તમે પ્રાણ છો – તમે૦ ૧
આ લોકમાં તમે આપ છો, પરલોકમાં મા બાપ છો;
સર્વે જગતના પ્રતિપાળ છો – તમે૦ ૨
મારી આશ તણી તમે આસ છો, અતિ કુડથી તમો દૂર છો;
મંજુકેશાનંદના નાથ છો – તમે૦ ૩
