🎵 Sām̃bhal benī / સાંભળ બેની

Sām̃bhal benī Hari rījhyānī rītḍī, Mohan var ne mān sañgāthe ver jo;

Sādhan sarve mān bagāḍe pal vishe, jem bhalīyuñ paysākar mañ ahijher jo – 1

Dāsī thine raheje Dīndayāl nī, nīchī ṭel male to māne bhāgy jo

Bhav Brahmādik ne nishche maltī nathī, Puṛūshottam pāse beṭhānī jāgy jo – 2

Prīt kare Puṛūshottam sāthe nitya navī, dajhīsh mañ dekhī kenuñ sanmān jo

Muktānañd no Nāth magan thi sev jo, to rījhe rasiyo suñdarv kahān jo-3

સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી, મોહનવરને માન સંગાથે વેર જો;

સાધન સર્વે માન બગાડે પળ વિષે, જેમ ભળીયું પયસાકરમાં અહિઝેર જો…સાંભળ૦ ૧

દાસી થઇને રહેજે દીનદયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો;

ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો…સાંભળ૦ ૨

પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી, દાઝીશમાં દેખી કેનું સન્માન જો;

મુક્તાનંદનો નાથ મગન થઇ સેવજો, તો રીઝે રસિયો સુંદરવ કહાન જો…સાંભળ૦ ૩