🧾 Tame Bhāve Bhajī Lyo / તમે ભાવે ભજીલ્યો – રાગ : ધુધવડો

Tame bhāve bhajī lyo Bhagvān, jīvan thoḍuñ rahyuñ

Kañik ātmā nuñ karjo kalyāṇ, jīvan thoḍuñ rahyuñ;

Ene dīdhel kol te bhūlī gayā, jūṭhī māyā nā moh māñ ghelā thayā, cheto cheto shuñ bhūlya chho bhān – 1

lpaṇjuvānī māñ aldhuñ gayuñ, nahi bhakti mārg māñ pagluñ bharyuñ, have bākī chhe temāñ dyo dhyān – 2

Pachhī gaḍhpaṇmāñ Goviñd bhajāshe nahi, lobh vaibhav dhan tajāshe nahi, bano ājthī Prabhu māñ mastān – 3

Jarā chetī ne bhakti nuñ bhātuñ bharo, kanik ḍar to Prabhujī no dil māñ dharo, chhīe thoḍā divas nā mahemān – 4

Badhā ālas māñ divso vītī jashe, pachhī ochiñtuñ Yam nuñ teḍuñ thashe, nahi chāle tamāṛūñ tofān – 5

Ej kahevuñ ā dās nuñ dil māñ dharo, chit rākhī Ghanshyām ne snehe smaro, jhālo jhālo bhakti nuñ sukān – 6

તમે ભાવે ભજીલ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,

કંઇકઆત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.ટેક.

એને દીધેલ કોલ તે ભૂલી ગયા, જાુઠી માયાના મોહમાં ઘેલા થયા;

ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન૦

બાળપણ જાુવાનીમાં અળધું ગયું, નહિ ભક્તિ મારગમાં પગલું ભર્યું ;

હવે બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન૦

પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહિ, લોભ વૈભવ ધન તજાશે નહિ;

બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન૦

જરા ચેતીને ભક્તિનું ભાતુ ભરો, કાંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો;

છીએ થોડા દિવસના મહેમાન. જીવન૦

બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું યમનું તેડું થશે;

નહિ ચાલે તમારું તોફાન. જીવન૦

એજ કહેવું આ દાસનું દિલમાં ધરો,ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્મરો;

ઝાલો ઝાલો ભક્તિનું સુકાન. જીવન૦