🎵 Tame Mārā Thayā / તમે મારા થયા

Tame mārā thayā, huñ Tamāro thayo Bahunāmī,

Āvo āvo Sahajānañd Svāmī;

Huñ to japu Tamārī mālā, vhālā nishdin kaṛūñ kālā vālā

Vhālā vege āvo, mārā man ne bhāvo, Bahunāmī – 1

Shrījī vātalḍī Tārī joto, vhālā Tārā viyoge roto

Āñkho āñsu bhīnī, roi thi chhe jhīṇī, Bahunāmī – 2

Prabhu huñ chhuñ Tamāro bāl, Tame mārā jīvan pratipāl,

Divse ren nahi, haiye chen nahi, Bahunāmī – 3

Shrījī joi e te māgjo māvā, have nahi devuñ Tamne jāvā

Tame jāsho nahi, mane muksho nahi, Bahunāmī – 4

Tav bhakt kahe Prabhu āvo, āvī hāth grahī lyo māro

Mukhe māñgu evuñ, Tārā charṇe rehevuñ, Bahunāmī – 5

તમે મારા થયા, હું તમારો થયો બહુનામી, આવો આવો સહજાનંદ સ્વામી…ટેક

હું તો જપુ તમારી માળા વ્હાલા નિશદિન કરૂં કાલાવાલા;

વ્હાલા વેગે આવો, મારા મનને ભાવો, બહુનામી…..આવો૦ ૧

શ્રીજી વાતલડી તારી જોતો, વ્હાલા તારા વિયોગે રોતો;

આંખો આંસુ ભીની, રોઈ થઈ છે ઝીણી,  બહુનામી…..આવો૦ ૨

પ્રભુ હું છું તમારો બાળ, તમે મારા જીવન પ્રતિપાળ;

દિવસે  રેન  નહિ,  હૈયે  ચેન નહિ, બહુનામી…..આવો૦ ૩

શ્રીજી જોઈએ તે માગજો માવા, હવે નહિ દવું તમને જાવા;

તમે  જાશો  નહિ,  મને  મુકશો નહિ, બહુનામી…..આવો૦ ૪

તવ ભક્ત કહે પ્રભુ આવો, આવી હાથ ગ્રહી લ્યો મારો;

મુખે માંગુ એવું, તારા ચરણે રહેવું, બહુનામી…..આવો૦ ૫