🎵 Visrī Māñ Jājo Vā’lā / વિસરીમાં જાજો વા’લા – રાગ : ભૈરવી

Visrī māñ jājo vā’lā, mune sāmliyā Girdhārī re

Vāre-vāre kahuñ chhuñ vā’lā, araj e chhe mārī re;

Am jevā ghaṇā Tamne, amne āsh Tamārī re

Te māṭe rākhjo vā’lā mane, potānī sam̃bharī re – 1

Adhar amrut pājo, rasiyā bolāvī re

Pātlīyā pāvan karjo, mañdir mā āvī re – 2

Premsakhī mohī chhe vā’lā, ṛūḍā rājīv neṇe re

Bījuñ nav māguñ vā’lā, bolāvjo mīṭhe veṇe re – 3

 

 

વિસરીમાં જાજો વાલા મુને સામલિયા ગિરધારી રે;       

વારે વારે કહું છું વાલા, અરજ છે મારી રે. વિસરી૦

અમ જેવા ઘણા તમને, અમને આશ તમારી રે;       

તે માટે રાખજો વાલા મને, પોતાની સંભારી રે. વિસરી૦

અધર અમૃત પાજો, રસિયા બોલાવી રે;       

પાતળીયા પાવન કરજો, મંદિર મા આવી રે. વિસરી૦

પ્રેમસખી મોહી છે વાલા, રૂડા રાજીવ નેણે રે;       

બીજું નવ માગું વાલા, બોલાવજો મીઠે વેણે રે. વિસરી૦