🧾 Vitāvshuñ Jīvan / વિતાવશું જીવન
Vitāvshuñ jīvan Hari guṇgān māñ, amrut may bhakti ras pān māñ;
Param Prabhujī nā prem prevāh māñ, nirmal saritā nāñ snān māñ – 1
Antar nā jāmī ne antar mañdir māñ, padhrāvshuñ sanmān māñ – 2
Nayan bharī ne nīrakh shuñ neh thī, Dharmakuvar ne dhyān māñ – 3
Pañch vishy ne pūrā pīchhāṇshuñ, joḍī deshuñ Bhagvān māñ – 4
Avināshī nā Akshardhām māñ, besī ne jaishuñ vimān māñ – 5
Manmohan Prabhu Sahajānañd Shāmlā, vīte āyushy Tav gān māñ – 6
વિતાવશું જીવન હરિ ગુણ ગાનમાં, અમૃતમય ભક્તિ રસ પાનમાં- વિતા
પરમ પ્રભુજીના પ્રેમ પ્રવાહમાં, નિર્મળ સરિતાનાં સ્નાનમાં- વિતા
અંતરનાજામીને અંતર મંદિરમાં, પધરાવશું સન્માનમાં- વિતા
નયન ભરીને નીરખશું નેહથી, ધર્મકુવરને ધ્યાનમાં- વિતા
પંચ વિષયને પૂરા પીછાણશું, જોડી દેશું ભગવાનમાં- વિતા
અવિનાશીના અક્ષરધામમાં, બેસીને જઇશું વિમાનમાં- વિતા
મનમોહન પ્રભુ સહજાનંદ શામળા, વીતે આયુષ્ય તવ ગાનમાં- વિતા
